Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
રાજ્યમાં ચોમાસાએ ગતિ પકડી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં જનજીવનને અસર પહોંચી છે. સવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદના કારણે માત્ર બે કલાકમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો.જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ભારે વરસાદ પડતા 186 રસ્તાઓ બંધ થયા હતા.
પંચાયત હસ્તકના 179 માર્ગો બંધ
ગુજરાતમાં ભારે વરસાદના કારણે એક નેશનલ હાઈવે બંધ થયો હતો. જ્યારે ત્રણ સ્ટેટ હાઈવે અને ત્રણ અન્ય માર્ગો પણ બંધ કરવામાં આવ્યા હતા. આ સિવાય પંચાયત હસ્તકના 179 માર્ગો બંધ કરવામાં આવ્યા હતા. પાણીના પ્રવાહ અને ક્ષતિગ્રસ્ત થવાથી રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. સુરત જિલ્લાના પંચાયત હસ્તકના 12 માર્ગો બંધ કરવામાં આવ્યા હતા.