Jafarabad Fishermen : દરિયામાં 3 બોટ ડૂબતા 2 માછીમારોના મોત, હજુ 9 માછીમાર લાપતા

Jafarabad Fishermen : દરિયામાં 3 બોટ ડૂબતા 2 માછીમારોના મોત, હજુ 9 માછીમાર લાપતા

અમરેલીના જાફરાબાદના લાપતા માછીમારો પૈકી બેના મૃતદેહ મળ્યા કોસ્ટગાર્ડ સહિતની ટીમ ત્રણ દિવસથી લાપતા ખલાસીની શોધખોળ કરી રહી છે. શોધખોળ દરમિયાન બે ખલાસીઓના મૃતદેહ મળ્યા છે દિનેશ બારૈયા અને વિનોદ બારૈયાનો મૃતદેહ જાફરાબાદ હોસ્પિટલ લવાયો. ધારાસભ્ય હીરા સોલંકી પણ જાફરાબાદ હોસ્પિટલ પહોંચ્યા હતા. જિલ્લા પોલીસ વડા, પ્રાંત અધિકારી પણ હોસ્પિટલે પહોંચ્યા. હજુ પણ નવ ખલાસીઓની શોધખોડ ચાલી રહી છે. અમરેલી જિલ્લાના જાફરાબાદના અરબી સમુદ્રની અંદર હવામાન ખરાબ હોવાને કારણે દરિયાની અંદર ત્રણ બોટો ડૂબી હતી, તેમાં બે જાફરાવાદની બોટ હતી અને એક રાજપરાની બોટ હતી, ત્યારે ત્રણ બોટની અંદર 28 જેટલા માછીમારો સવાર હતા ત્યારે અન્ય બોટ દ્વારા 17 જેટલા માછીમારોનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ 11 જેટલા માછીમારો દરિયામાં લાપ હતા હતા.
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola