Navsari News: નવસારીમાં સ્ટ્રીટ લાઈટના અભાવે અકસ્માતના બનાવો વધ્યા
નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં કાયાપલટના અનેક કામ શરૂ થયા છે, પરંતુ હજી પણ કેટલાક વિસ્તારો રાત્રે અંધકારમાં ડૂબેલા છે. ચોમાસા પહેલા કાઢવામાં આવેલી સ્ટ્રીટ લાઈટો હજી સુધી ફરીથી લગાવવામાં આવી નથી જેના કારણે અકસ્માતનો ભય વધ્યો છે.
નવસારીમાં સ્ટ્રીટ લાઈટના અભાવે અકસ્માતના બનાવો વધ્યા છે.મહાનગરપાલિકા બન્યા બાદ શહેરની કાયાપલટ માટે 6 મહિનાથી વિવિધ કામગીરી શરૂ કરવામાં આવી હતી.ઘણા વિસ્તારમાં જુની સ્ટ્રીટ લાઈટ કાઢી નવી સ્ટ્રીટ નાખવાની કામગીરી શરૂ કરાઈ હતી. પરંતુ કેટલાક વિસ્તારમાં નવી સ્ટ્રીટ લાઈટ ન નંખાતા અંધારપટ્ટ છવાયો છે..છાપરા રોડ, તીગરા જકાતનાકા, ગણદેવીને જોડતા માર્ગ પર રાત્રીના સમયે સ્ટ્રેટ લાઈટનો અભાવ જોવા મળી રહ્યો છે. ભૂતકાળમાં સ્ટ્રીટ લાઈટ ન હોવાના કારણે અનેક અકસ્માતો થયા હતા. મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં 14 હજાર સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી છે. પરંતુ તેમાંથી ઘણી સ્ટ્રીટલાઈટ બંધ હાલતમાં છે. સમગ્ર મામલે અધિકારીઓનું કહેવું છે કે, નવા થાંભલા લગાવવાની કામગીરી ચાલી રહી છે.



















