Ahmedabad News: નનસેડીઓનો નવા નુસખાનો પર્દાફાશ, મામા-ભાણેજની ધરપકડ
ટાયર પંકચર માટે વપરાતી સોલ્યુશન ટ્યુબનો નશા માટે ઉપયોગ થતો હોવાનો પર્દાફાશ. અમદાવાદમાં ગાંજો વેચનારા મામા- ભાણેજ નશો કરવા સોલ્યુશન ટ્યુબ વેચતા ઝડપાયા. 50 રૂપિયામાં ખરીદેલી ટ્યુબ 100થી 200 રૂપિયામાં વેચનારા મામા- ભાણેજ પાસેથી જપ્ત કરાઈ 902 સોલ્યુશન ટ્યુબ
ગાંજા, ચરસ, કોકેઈન, ડ્રગ્સ અને દારુ પછી હવે નશાના બંધાણીઓએ નશો કરવા માટે ટાયર પંક્ચર માટે વપરાતી સોલ્યૂશન ટ્યૂબનો ઉપયોગ કરતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો. આરોપીઓ 50 રૂપિયામાં ખરીદેલી સોલ્યૂશન ટ્યુબ 100થી 200 રૂપિયામાં નશેડીઓને વેચતા હોવાનો ખુલાસો થયો છે. મામા-ભાણેજની જોડી સોલ્યૂશન ટ્યૂબથી નશાનો કાળો કારોબાર કરતા હોવાનો ભાંડાફોડ થયો છે. અમદાવાદના સરસપુરમાં એસઓજીની ટીમે દરોડા પાડ્યા. જ્યા ગાંજો વેચનાર મામા-ભાણેજ પાસેથી મોટા પ્રમાણમાં સોલ્યૂશન ટ્યૂબનો જથ્થો મળી આવ્યો. નશાના સોદાગર મામા- ભાણેજ પાસેથી 902 સોલ્યુશન ટ્યુબ ઉપરાંત 80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. લતીફ શેખ અને ફરદીન સૈયદ પાંચ વર્ષથી

















