Navsari News : નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિનો આરોપ
નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિના અહેવાલ સામે આવ્યો છે. અહીં નિવૃતિ સન્માન સમારોહની આડમાં ધર્માંતરણની પ્રવૃતિ થતી હોવાનો આરોપ લાગ્યો છે. આદિવાસીઓને લાલચ આપી ધર્માંતરણ કરાવાતું હોવાનો આરોપ છે. ખાસ કરીને પરપ્રાંતિય લોકો ગામમાં ધર્માંતરણની પ્રવૃતિ ચલાવતા હોવાનો આરોપ છે.
મહારાષ્ટ્રના પાસ્ટર દાનિયલ શિંદે સહિતના ટોળકી પર આ આરોપો લાગ્યા છે. ધરમપુરી, કેવડી, ખરજઈ, કુકડામાં પણ ધર્મ પરિવર્તનની પ્રવૃતિનો ચાલતી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ મામલે સરા ગામના લોકોની વાંસદા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે.
અનંત પટેલે શું આપી પ્રતિક્રિયા
વાંસદા ધારાસભ્યોએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, "આદિવાસી સમાજ જન્મથી આદિવાસી છે, આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે, અમે દરેક ધર્મ પાળી શકીએ છીએ, આદિવાસી સમાજ જન્મથી જ આદિવાસી છે, શાંતિ ડહોળવા માટેનો આ પ્રયાસ કરવામાં આવ્યા છે. જન્મથી આદિવાસી હોવાના કારણે અનામત મળે છે, ઉપરાંત તેમણે જણાવ્યું કે, કોર્ટનું જજમેન્ટ આદિજાતિ માટે છે, નહીં કે આદિવાસી માટે"