Ambalal Patel Prediction : ચોમાસાના આગમન અને વરસાદની સ્થિતિ અંગે અંબાલાલ પટેલનું મોટુ અનુમાન
ચોમાસાના આગમન અને વરસાદની સ્થિતિ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કર્યુ મોટુ અનુમાન.. અંબાલાલ પટેલના અનુમાન મુજબ સુકા પવન અને ભેજની ઉણપ સાથે જ ઉત્તર ભારતમાંથી આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે હાલ રાજ્યમાં વરસાદ નથી વરસી રહ્યો.. એટલુ જ નહીં.. ઉત્તર અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય ન હોવાથી મુંબઈથી ચોમાસું આગળ નથી વધી રહ્યું.. પરંતુ 16 જૂન બાદ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની શક્યતા છે.. જેથી 20 જૂન સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો વરસાદ વરસી શકે છે.. 21 અને 22 જૂન આસપાસ રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ શકે છે.. અંબાલાલ પટેલના અનુમાન મુજબ મહિનાના અંતમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે.. 26થી 28 જૂન વચ્ચે મુંબઈમાં ભારે વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે..

















