Ambalal Patel Prediction : ગુજરતામાં ગરમીને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતના નાગરિકોને કાળઝાળ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.
રાજ્યના નાગરિકોને કાળઝાળ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન કર્યું છે.. અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી 48 કલાકમાં રાજ્યમાં ગરમી પડવાની શક્યતા છે.. આઠથી 10 માર્ચ વચ્ચે એક પશ્ચિમ વિક્ષેપો આવવાની શક્યતા છે. જેનાથી 15 માર્ચ પછી દેશ સહિત રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે.. તો 18 માર્ચ પછી કેટલાક શહેરોમાં 41થી 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે..
હોળીને લઈને અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે કે આ વર્ષે હોલિકા દહન વિષ્ટીમાં થવાની શક્યતા છે.. વિષ્ટીના મુખ આવતુ હોવાથી હોળીમાં તેની નકારાત્મક અસર પણ થઈ શકે છે..


















