Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે.. જેથી ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહી શકે છે.. જો કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચોમાસા અને વરસાદ માટે વિપરીત અસર કરશે.. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાતમાં પણ અસર રહેશે.. જેથી મહત્તમ તાપમાન તો ઘટશે.. પરંતુ બફારો વધવાને લીધે નાગરિકોને હાલાકી ભોગવવી પડી શકે છે.. ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 10થી 12 જૂન વચ્ચે ચોમાસું મહારાષ્ટ્રમાં પ્રવેશી શકે છે.. અને 15 જૂન આસપાસ ચોમાસાના આગમન પહેલા ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.. રાજ્યમાં 18થી 28 જૂન વચ્ચે સારો વરસાદ વરસવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે..

















