Ambalal Patel Prediction: ગરમીથી આંશિક રાહત મળવાની અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અનુમાન વ્યક્ત કર્યું છે કે આકરા તાપથી નાગરિકોને મળશે રાહત. જેમના મુજબ હવે રાજ્યમાં ધીમે ધીમે મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે.. 18 મે બાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં 42થી 43 ડિગ્રી તાપમાન રહેવાની. તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 41થી 42 ડિગ્રી તાપમાન રહેવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે.. તો કચ્છ જિલ્લાના કંડલા અને ભૂજમાં આકરી ગરમી રહેવાની શક્યતા વ્યક્ત કરી.. તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તાપમાનનો પારો 34થી 36 ડિગ્રી આસપાસ રહેવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે. 18 મે બાદ રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીની શરૂઆત થશે.. બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે.. જેને પગલે 21થી 23 જુન વચ્ચે મુંબઈના ભાગોમાં લગભગ ચાર ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે.. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ પ્રિ-મોનસૂન એક્ટિવિટીને લીધે ભારે વરસાદ વરસી શકે છે..
















