Amreli NH Damage : અમરેલીમાં NHના થયા બે ભાગ, વાહન-વ્યવહાર ખોરવાયો
Amreli NH Damage : અમરેલીમાં NHના થયા બે ભાગ, વાહન-વ્યવહાર ખોરવાયો
અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી રોડ-રસ્તા પ્રભાવિત. પીપાવાવ-અમરેલી નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો. સા.કુંડલાના ઓળિયા ગામ નજીક હાઈવેના થઈ ગયા બે ભાગ. રવિવારના સાંજના પાંચ વાગ્યાથી પીપાવાવ-અમરેલી હાઈવે બંધ. 16 કલાકનો સમય વિતી જવા છતાં હજુ શરૂ નથી થયો વાહનવ્યવહાર. 16 કલાકનો સમય વિતવા છતાં હાઈવે ઓથોરિટીએ ન શરૂ કર્યું સમારકામ.
Gujarat Rain Effect | ગુજરાતમાં વરસાદે સર્જી તારાજી, 2457 ગામોમાં વીજળી ગૂલ રાજ્યમાં ભારે પવન સાથે વરસેલા વરસાદે સર્જી તારાજી. ભારે પવન સાથે વરસાદથી 2,457 ગામમાં ખોરવાયો વીજ પુરવઠો. વીજ કંપનીઓએ 2,336 ગામમાં વીજ પુરવઠો કર્યો પુનઃસ્થાપિત. રાજ્યના 121 ગામમાં હજુ પણ છવાયો છે અંધારપટ. રાજ્યમાં વાવાઝોડાના કારણે 4 હજાર 557 વીજપોલ ક્ષતિગ્રસ્ત. વાવાઝોડાના કારણે 474 વીજપોલ હજુ રિસ્ટોર કરવાના બાકી. 215 વીજ ટ્રાન્સફોર્મરો ખોરવાયા, 183નું સમારકામ પૂર્ણ, 32 હજુ પેન્ડિંગ. રાજ્યમાં ભારે વરસાદના કારણે 95 રોડ-રસ્તાઓ થયા બંધ. પંચાયત હસ્તકના સૌથી વધુ 76 રસ્તાઓ બંધ. સ્ટેટ હાઈવેના 13 અને અન્ય 6 માર્ગ પર વાહનોની અવર-જવર બંધ. નવસારી જિલ્લામાં 26 તો સુરત જિલ્લામાં 14 રોડ-રસ્તા બંધ. અમરેલી જિલ્લામાં 14 રસ્તા, ગીર સોમનાથમાં 12 રસ્તા પર અવર-જવર બંધ. છેલ્લા 24 કલાકમાં 20 રોડ બંધ, 16 જૂના બંધ રસ્તા કરાયા પુનઃચાલુ. રાજ્યમાં અત્યાર સુધીમાં પૂરના કારણે 597 લોકોનું સ્થળાંતર. જૂનાગઢ જિલ્લામાં 297, ગીર સોમનાથમાં 250 લોકોને સલામત સ્થળે ખસેડાયા. નવસારી જિલ્લામાં 50 લોકોનું સલામત સ્થળે કરાયું સ્થળાંતર. વિપરીત સ્થિતિ વચ્ચે રાજ્યમાંથી 60 લોકોનું કરાયું રેસ્ક્યું. ડાંગ જિલ્લામાં 41, ગીર સોમનાથમાં 8, અમરેલીમાં 6 લોકોનું રેસ્ક્યું.