ઉત્તરાયણની ઉજવણી પર રોક લગાવવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી, જુઓ વીડિયો

Continues below advertisement
ઉત્તરાયણ પર રોક લગાવવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ઉત્તરાયણ પર્વ પર ધાબા પર પતંગ ચગાવવાને લઈને નીતિન પટેલે હજુ ગઈકાલે જ નીવેદન આપ્યુ છે. એવામાં કોરોનાના સંક્રમણના કારણે ઉત્તરાયણ પર્વ પર રોક લગાવવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી થઈ છે. અરજદારે માંગ કરી છે કે પતંગ દોરાની ખરીદી અને વેચાણ વખતે ભીડ ભેગી ના થાય, ધાબા પર એક જગ્યાએ લોકો ભેગા ન થાય તે માટે સરકાર જરૂરી માર્ગદર્શિકા જાહેર કરે. અરજદારની માગ બાદ હાઈકોર્ટે સરકારને વલણ સ્પષ્ટ કરવા આદેશ કર્યો છે અને આગામી શુક્રવાર સુધીમાં ખુલાસો કરવા હુકમ કર્યો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram