(Source: ECI | ABP NEWS)
Gujarat Rain Forecast : ખેડૂતો માટે માઠા સમાચાર, દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી
Gujarat Rain Forecast : ખેડૂતો માટે માઠા સમાચાર, દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોને છોડતા સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે દિવસે ગરમી થઈ રહી છે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 17 થી 19 ઓક્ટોબર સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસ માટે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ખાસ વધારો જોવા મળશે નહીં. જ્યારે ન્યૂનતમ તાપમાનમાં 2 થી 3 ડીગ્રીનો વધારો થઈ શકે છે. આગામી દિવસોમાં પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ પવનની દિશા રહેશે.
રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ, આજે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહેશે અને ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.





















