Bank Employees Strike In India : ગુજરાત સહિત દેશભરમાં બેંક કર્મીઓની હડતાળ
Bank Employees Strike In India : ગુજરાત સહિત દેશભરમાં બેંક કર્મીઓની હડતાળ
સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોના આહવાનને પગલે આજે ગુજરાત સહિત દેશભરમાં બેંક કર્મચારીઓની એક દિવસની હડતાળ. આ હડતાળમાં રાજ્યના આશરે 25 હજાર કર્મચારીઓ જોડાયા. જેના કારણે રાજ્યમાં રાષ્ટ્રીયકૃત બેંકોની ત્રણ હજાર 678 શાખાઓની કામગીરી પ્રભાવિત થઈ. બેંક કર્મચારીઓની હડતાળને પગલે રાજ્યમાં અંદાજિત 15 હજાર કરોડના નાણાકીય વ્યવહારો અટકી પડ્યા. હડતાળનો મુખ્ય હેતુ કેન્દ્ર સરકારે લાવેલા ચાર લેબર કોડ્સનો વિરોધ કરવાનો છે. ટ્રેડ યુનિયનોનો આરોપ છે કે આ કાયદાઓ હિતધારકો સાથે પરામર્શ કર્યા વગર લાવવામાં આવ્યા છે.. જેનાથી કામદારોના હકો છીનવાઈ જશે. આ ઉપરાંત જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણના નિર્ણય અને વીમા કંપનીઓમાં 100 ટકા FDIના નિર્ણયનો પણ સખત વિરોધ કરવામાં આવ્યો છે. કર્મચારી સંગઠનોએ ચાર શ્રમસંહિતા અને તેના નિયમો રદ કરવા, રાષ્ટ્રીયકૃત બેંકોને વધુ મજબુત બનાવી પૂરતી ભરતી કરવાની, નવી પેન્શન યોજના રદ કરી જુની પેન્શન યોજના ફરી દાખલ કરવાની અને બેંકોના બેડ લોનની વસૂલાત માટે કડક પગલા ભરવાની માગ કરવામાં આવી છે.






















