Botad Mobile Blast : ખિસ્સામાં મોબાઇલ રાખતા હોય તો સાવધાન! | બોટાદમાં મોબાઇલ બ્લાસ્ટ થતાં યુવક ઘાયલ
Botad Mobile Blast : ખિસ્સામાં મોબાઇલ રાખતા હોય તો સાવધાન! | બોટાદમાં મોબાઇલ બ્લાસ્ટ થતાં યુવક ઘાયલ
બોટાદના અશોક વાટિકા વિસ્તારમાં રહેતા યુવાનનો ખિસ્સામાં રહેલો મોબાઈલ બ્લાસ્ટ થતા થયો આબાદ બચાવ. મોબાઈલમાં ક્યારેય ગરમ થવાનો, બેટરી ફૂલી જવાનો કોઈ પ્રશ્ન નહોતો ત્યારે અચાનક ધડાકાભેર ફાટ્યો. મોબાઈલ ધારકનું કહેવું છે કે મોબાઇલમાં આવેલાં મેસેજ delete કરી મોબાઈલ પેન્ટના ખિસ્સામાં મૂકવા સાથે ધડાકો થયો હતો. તાત્કાલિક સળગતો મોબાઈલ બહાર કાઢી ઈજાગ્રસ્તને સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો છે. ઈજાગ્રસ્તને સાથળના ભાગે થઈ ઈજા. મોબાઈલનું મોટું કવર હોવાના કારણે વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.
અવાર-નવાર મોબાઇલ ફાટવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે મોબાઇલ વાપરનારા લોકોએ મોબાઇલની સેફ્ટીને લઈ ખાસ તકેદારી રાખવાની જરૂર છે.


















