Chaitar Vasava: MLA તરીકે બાદબાકી એ મારું નહીં પણ મત વિસ્તારના લોકોનું અપમાનઃ ચૈતર વસાવા
Chaitar Vasava: MLA તરીકે બાદબાકી એ મારું નહીં પણ મત વિસ્તારના લોકોનું અપમાનઃ ચૈતર વસાવા
નર્મદા જિલ્લામાં નવા તાલુકાના શુભારંભમાં આમંત્રણ ન મળતા આમ આદમી પાર્ટીના ધારાસભ્યનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. નર્મદા જિલ્લાના નવા ચિકદા તાલુકાને લઈને આજે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ.. મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ મનસુખ વસાવા અને કલેક્ટર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જો કે પોતાને આમંત્રણ ન મળ્યું હોવાનો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ દાવો કર્યો.. સાથે જ મંચ પરથી આવી ભૂલ બીજી વખત ન થાય તે બાબતે ધ્યાન દોર્યુ.. ચૈતર વસાવાએ કહ્યું કે ધારાસભ્ય તરીકે બાદબાકી એ મારૂ નહીં પણ મત વિસ્તારના લોકોનું અપમાન છે.. મને આમંત્રણ નથી મળ્યું.. વિસ્તારના લોકોએ જાણ કરી એટલે આવ્યો છું..





















