Navsari News : નવસારીમાં ઝડપાયેલા સંદિગ્ધ આતંકી મામલે મોટો ખુલાસો

Navsari News : નવસારીમાં ઝડપાયેલા સંદિગ્ધ આતંકી મામલે મોટો ખુલાસો

નવસારીમાંથી ઝડપાયેલા એક સંદિગ્ધ આતંકીની તપાસમા અનેક મહત્વના ખુલાસા થયા છે. ATSએ સંદિગ્ધના સંપર્કમાં રહેલા કેટલાક યુવકોને પોતાના રડાર પર લીધા છે. આરોપી ફૈઝાવ પાસેથી અરબી અને ઉર્દુ ભાષાનું સાહિત્ય મળ્યું હોવાનું સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગાઝા પટ્ટીના યુદ્ધના વીડિયો નિયમિત રીતે જોતો હતો. અને તે વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર પણ કરતો હતો. એટલું જ નહીં આરોપી વ્યક્તિગત હુમલાઓ માટે અન્ય લોકોને જોડવાનો પ્રયાસ કરતો હતો તથા નવસારીમાં હિંદુઓ પ્રત્યે કટ્ટરતા ઉભી કરવાનો પ્રયત્ન કરતો હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. વીડિયોમાં સંપૂર્ણ અહેવાલ જુઓ અહીં. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola