આવતીકાલે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા, ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સાથે ખાસ વાતચીત
Continues below advertisement
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આવતી કાલે યોજાશે. ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ એ કે રાકેશ સાથે એબીપી અસ્મિતાએ ખાસ વાતચીત કરી હતી. બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મુદ્દે ગૌણ સેવા પસંદગી મંડળે ચેતવણી આપી. પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ, સ્માર્ટ વોચ, બ્લુટૂથ ડિવાઇસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બિન સચિવાલય ક્લાર્ક- સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની 3900 જગ્યાની ભરતી માટે 2019માં પરીક્ષા જાહેર કરી હતી. પરીક્ષાના થોડા દિવસ અગાઉ શૈક્ષણિક લાયકાતમાં સરકારે સુધારો કરતા આંદોલન થયું હતું. જેના પગલે સરકારે નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો. તે પછી યોજાયેલી પરીક્ષામાં પેપર લીક થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેના ત્રણ વર્ષ પછી ફેબ્રુઆરી 2022માં આ પરીક્ષા યોજવાની જાહેરાત કરાઇ હતી. આ પરીક્ષા માટે 10.45 લાખ ઉમેદવારોએ અરજી કરી છે.
Continues below advertisement