NagarPalika President List: ભાજપે નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની કરી વરણી, જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો જાહેર થયાના લગભગ બે સપ્તાહ જેટલો સમય વિત્યા બાદ હવે મંગળવારથી ચૂંટાયેલી પાંખ સત્તા સંભાળશે. રાજ્યના 34 જિલ્લા, 260 તાલુકા, 84 નગરપાલિકા અને 15 મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામો 28 એપ્રિલના જાહેર થયા હતા. 19 મે એટલે કે આજના દિવસે પાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારોના નામો જાહેર થયા છે.
ભુજ નગરપાલિકાના પ્રમુખનું નામ જાહેર કરાયું હતું. ભુજ નગરપાલિકાના પ્રમુખ તરીકે શીતલ શાહ અને ઉપ પ્રમુખ તરીકે બિંદિયાબેન ઠક્કરની નિમણૂક કરાઈ હતી. ભુજ નપાના કારોબારી ચેરમેન તરીકે કમલ ગઢવીની વરણી કરાઈ હતી. ભુજ નગરપાલિકાના સત્તાપક્ષના નેતા તરીકે ધર્મેશ ગૌર અને દંડક તરીકે રૂપલબેન ચાવડાની નિમણૂક કરાઈ હતી. વેરાવળ નગરપાલિકાના પ્રમુખ તરીકે નરેશ ગોહેલ,ઉપ પ્રમુખ પદે હેમીબેન જેઠવાની વરણી કરાઈ હતી. વેરાવળ નપાના કારોબારી ચેરમેન ઉદય શાહ, નપાના પક્ષના નેતા તરીકે રીટાબેન તન્ના અને વેરાવળ નપાના દંડક તરીકે જિતેંદ્ર ઉપાધ્યાયની નિમણૂક કરાઈ હતી. હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ, ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી હતી. હિંમતનગર નપાના પ્રમુખ તરીકે અરુણાબેન કડિયા, ઉપ પ્રમુખ તરીકે ગોપાલસિંહ રાઠોડની વરણી કરાઈ હતી. હિંમતનગર નપાના કારોબારી ચેરમેન તરીકે રાહુલ પટેલની નિમણૂક કરાઈ હતી. ઈડર નગરપાલિકાના પ્રમુખ તરીકે અનસુયાબેન પટેલ અને ઉપ પ્રમુખ તરીકે વિનોદ પરમારની વરણી કરાઈ હતી. ઈડર નપાના કારોબારી ચેરમેન વિનોદ સાગરની વરણી કરાઈ હતી. ઊંઝા નપાના પ્રમુખ તરીકે ક્રિમાબેન પટેલની વરણી કરાઈ હતી. નખત્રાણા નગરપાલિકાના પ્રમુખ તરીકે વસંત વાઘેલા અને ઉપ પ્રમુખ તરીકે દમયંતિબેન સેંધાણીની નિમણૂક કરાઈ હતી. તે સિવાય નખત્રાણા નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે ચંદનસિંહ રાઠોડ અને દંડક તરીકે જાગૃતિબેન ઠક્કરની વરણી કરાઈ હતી. નખત્રાણા નપાના શાસક પક્ષના નેતા તરીકે સવિતાબેન દરજીની વરણી કરાઈ હતી. કડી નપાના પ્રમુખ તરીકે રાજેંદ્રભાઈ ગજ્જર અને ઉપ પ્રમુખ તરીકે સ્મીતાબેન પટેલની વરણી કરાઈ હતી. કચ્છની માંડવી નપાના પ્રમુખ તરીકે વર્ષાબેન જોશી અને ઉપ પ્રમુખ પદે મુકેશ રાબડીયાની વરણી કરાઈ હતી. નપાના કારોબારી ચેરમેન વિજય ગઢવી, નપાના શાસક પક્ષના નેતા વિજય ચૌહાણ અને દંડક તરીકે જીગર ધાયાણીની વરણી કરાઈ હતી.