Body Worn Camera | RTO ઇન્સ્પેક્ટર્સ બોડી વોર્ન કેમેરા પહેરવા ઇનકાર, હડતાળની ચિમકી
gujarati.abplive.com
Updated at:
12 Feb 2024 04:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBody Worn Camera | બોડીવોર્ન કેમેરા પહેરવા આરટીઓના અધિકારીઓ નથી રાજી. એબીપી અસ્મિતાને સુત્રો પાસેથી મળતી વિગત મુજબ પોલીસ અધિકારીઓએ બોડીવોર્ન કેમેરા સ્વીકાર્યા પરંતુ આરટીઓ ઈન્સ્પેક્ટરો કરી રહ્યા છે વિરોધ. બોડીવોર્ન કેમેરાથી પારદર્શિતા આવતી હોય છે છતા આરટીઓના ઈન્સ્પેક્ટરો નથી પહેરવા માગતા બોડી વોર્ન કેમેરા. ભ્રષ્ટાચાર રોકવા લાખોના ખર્ચે બોડીવોર્ન કેમેરાની ખરીદી કરવામાં આવી છે છતા કેમ નથી પહેરવા માગતા આરટીઓ ઈન્સ્પેક્ટરો. લોકોની સુવીધા માટે અને પારદર્શિતા માટે લગાવવામાં આવતા બોડી વોર્ન કેમેરાથી આરટીઓના અધિકારીઓને પડી રહી છે તકલીફ. વાહન ફિટનેસ , ચેકિંગ , ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક અને ડીએની કામગીરી માટે રાજ્યમાં અંદાજે 350 કેમેરા અપાયા છે. અમદાવાદની 3 આરટીઓ કચેરીમાં 37 અને રાજ્યની 37 આરટીઓ કચેરીમાં 350 કેમેરા અપાયા છે. આરટીઓ ઈન્સ્પેક્ટરોની હઠને પગલે પારદર્શિતા પણ નથી જળવાતી તેમજ લાખોના ખર્ચે તૈયાર કરેલા બોડી વોર્ન કેમેરાનું પણ થઈ રહ્યું છે બાળમરણ.