AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

Continues below advertisement

નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં વન વિભાગના કર્મચારી પર થયેલા હુમલાના કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે આજે એક મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલાબેન સહિત કુલ 9 આરોપીઓને આ કેસમાં દોષિત ઠેરવ્યા છે. તમામ 9 આરોપીઓને 7 વર્ષની આકરી સજા અને 96,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ચુકાદા બાદ ચૈતર વસાવાને હવે જેલ જવું પડશે. આ કેસનો સૌથી મોટો ઝટકો એ છે કે, કાયદા મુજબ જો કોઈ ધારાસભ્યને 2 વર્ષ કે તેથી વધુની સજા થાય તો તેનું સભ્યપદ રદ થઈ જાય છે, એટલે ચૈતર વસાવા પર પણ હવે પોતાનું ધારાસભ્ય પદ ગુમાવવાનું સંકટ તોળાઈ રહ્યું છે.

આ સમગ્ર મામલો નવેમ્બર 2023માં નોંધાયેલી એક પોલીસ ફરિયાદ સાથે જોડાયેલો છે. આરોપ હતો કે ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને કોઈ વાતચીત કરવા માટે પોતાના ઘરે બોલાવ્યા હતા અને ત્યાં તેમની સાથે મારામારી કરી હતી. માત્ર એટલું જ નહીં, સરકારી ફરજમાં અડચણ ઊભી કરીને હવામાં ફાયરિંગ કર્યું હતું અને વનકર્મીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના પછી ચૈતર વસાવા પોલીસ પકડથી બચવા 1 મહિનો અને 9 દિવસ સુધી ફરાર રહ્યા હતા અને છેવટે પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. આ કેસમાં લાંબી કાનૂની કાર્યવાહી બાદ સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે કોર્ટે તમામ 9 લોકોને દોષિત જાહેર કરી સજાનો હુકમ કર્યો છે.

હવે સવાલ એ થાય છે કે ચૈતર વસાવાના ધારાસભ્ય પદનું શું થશે? ભારતીય બંધારણ અને લોકપ્રતિનિધિત્વ અધિનિયમના નિયમ મુજબ, જો દેશના કોઈ પણ સાંસદ કે ધારાસભ્યને 2 વર્ષ કે તેનાથી વધુની જેલની સજા ફટકારવામાં આવે તો તેમનું સભ્ય પદ તાત્કાલિક અસરથી રદ થઈ જાય છે. અગાઉ પણ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના MLA ભગા બારડને 2 વર્ષની સજા થતા તેમનું સભ્યપદ રદ કરી દેવાયું હતું. જોકે, બાદમાં તેમને હાઈકોર્ટમાંથી સ્ટે મળી જતા પદ પરત મળ્યું હતું. ચૈતર વસાવાને તો પૂરા 7 વર્ષની સજા થઈ છે, જેથી વિધાનસભાના નિયમ મુજબ સજાના એલાન બાદ હવે ટૂંક સમયમાં તેમનું ધારાસભ્ય પદ રદ થવા અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola