મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સાદગી ભર્યો અંદાજઃ અંબાજીના કોટેશ્વરમાં કીટલી પર ચા-નાસ્તો કરતા નજરે પડ્યા, જુઓ વીડિયો

Continues below advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સહજ સરળ અને નિખાલસ વ્યક્તિત્વનો અંબાજી ધામ નજીકના કોટેશ્વરના ગ્રામજનો અને બાળકોને આજે અનુભવ થયો. મુખ્યમંત્રી કોટેશ્વર મહાદેવમાં પૂજન અર્ચન કરી ગબ્બર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિતના વિકાસ કામોના લોકાર્પણ માટે જઈ રહ્યા હતા. માર્ગમાં આવતી એક દુકાને તેઓ સામાન્ય નાગરિકની જેમ જ અચાનક ઊભા રહી ગયા અને એક વડીલ સાથે  પોતીકા  ભાવથી વાતચીત કરી તેમના ખબર અંતર  પૂછ્યા અને અહીં જે બાળકો હતા તેમની સાથે પણ વડીલ ભાવે સંવાદ કરી તેમના શિક્ષણ, શાળાની સુવિધા જેવી બાબતે પ્રાથમિક માહિતી મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનો સાથે ગ્રામ જન બની ચાની ચૂસકી લીધી અને  નાસ્તો પણ કર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram