CNG Price Hike: CNGમાં ભાવ વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોમાં રોષ
અમદાવાદમાં CNGના ભાવ વધતાં રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રિક્ષા ચાલક એકતા યુનિયને આ ભાવ વધારાનો વિરોધ કર્યો છે અને આજે સાંજે કારોબારી કમિટીની બેઠક પણ યોજાવાની છે. ચાલકોની માગ છે કે CNGના વધતા ભાવને ધ્યાનમાં રાખીને રિક્ષાના ભાડામાં પણ વધારો કરવામાં આવે. છેલ્લા એક મહિનામાં બે વખત ભાવ વધારાથી નારાજગી વધી છે. તાજેતરમાં CNGના ભાવમાં 2 રૂપિયા 25 પૈસાનો વધારો થયો છે, જેથી નવો ભાવ 86 રૂપિયા 2 પૈસા થયો છે. વર્ષ 2026માં અત્યાર સુધીમાં કુલ 6 રૂપિયા 6 પૈસાનો વધારો થઈ ચૂક્યો છે અને છેલ્લો વધારો 2 એપ્રિલે થયો હતો.
પેટ્રોલ-ડીઝલ બાદ આજે નાગરિકોને લાગ્યો વધુ એક મોંઘવારીનો ઝટકો.. અદાણીએ CNGના ભાવમાં 2.25 રૂપિયાનો કર્યો તોતિંગ વધારો.. ભાવ વધારાથી CNGનો પ્રતિ કિલોનો ભાવ 83.77 રૂપિયાથી વધીને 86.02 રૂપિયા પર પહોંચી ગયો છે.. વર્ષ 2026માં અત્યાર સુધીમાં અદાણી CNGના ભાવમાં ત્રણ વખત વધારો થઈ ચૂક્યો છે.. સાત ફેબ્રુઆરીએ CNGના ભાવમાં 0.50 પૈસાનો વધારો કરાયો હતો.. જ્યારે 2 એપ્રિલે 1.50 રૂપિયા અને આજે 2.25 રૂપિયાનો વધારો કરાયો છે.. અદાણીએ CNGના ભાવમાં વધારો કરતા અમદાવાદ રિક્ષા ચાલક એક્તા યુનિયને વિરોધ કર્યો છે.. રિક્ષા ચાલકોનો આરોપ છે કે એક જ મહિનામાં CNGના ભાવમાં ચાર રૂપિયાનો જેટલો ભાવ વધારો કરાયો છે.. જેથી રિક્ષા ચાલકોને માઠી અસર થઈ છે.. અમદાવાદ શહેરમાં અઢી લાખ રિક્ષા ચાલકો CNGનો ઉપયોગ કરી રહ્યા છે.. જેથી આ ભાવ વધારાની સીધી અસર તેમની રોજીરોટી પર પડશે.. ભાવ વધારો પરત ખેંચવાની માગ સાથે રિક્ષા ચાલકોએ સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો..



















