Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર
લાખણીના મોટાકાપરમાં આયોજીત જાહેર કાર્યક્રમમાં કૉંગ્રેસ સાંસદ સાંસદ ગેનીબેન ઠાકોરે મહિલાઓને અંધશ્રદ્ધાના દુષણથી દૂર રહેવા અને શિક્ષણ તરફ વળવાની કરી ટકોર.. ગેનીબેન બોલ્યા કે માત્ર દીવા કરવા કે માનતા રાખવાથી સફળતા મળતી નથી.. જ્યાં સુધી સારા કર્મ નહીં કરો ત્યા સુધી કુદરત પણ તમારો સાથ નહીં આપે. જેથી સમાજના સર્વાંગી વિકાસ માટે બહેનોએ અંધશ્રદ્ધાની જાળમાંથી બહાર આવી પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવું જોઈએ.
બનાસકાંઠાના લોકપ્રિય કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ગઈકાલે લાખણી તાલુકાના મોટાકાપર ગામે આયોજીત એક જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને સંબોધતા અંધશ્રદ્ધાના દૂષણથી દૂર રહેવા અને શિક્ષણ તરફ વળવા કડક શબ્દોમાં ટકોર કરી હતી.
મહિલાઓમાં વ્યાપેલી અંધશ્રદ્ધા અને કુરિવાજોને દૂર કરવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "માત્ર દીવા કરવા કે માનતા રાખવાથી સફળતા મળતી નથી; જ્યાં સુધી તમે સારા કર્મ નહીં કરો ત્યાં સુધી કુદરત પણ તમારો સાથ આપશે નહીં." તેમણે સમાજના સર્વાંગી વિકાસ માટે બહેનોને અંધશ્રદ્ધાની જાળમાંથી બહાર આવી પોતાના દીકરા-દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા હૃદયપૂર્વકની અપીલ કરી હતી.


















