Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ આખરે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાઈ ચૂંટણી. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં તાલુકા પંચાયત કચેરી પર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ.. જેમાં બહુમતીના જોરે કૉંગ્રેસે તાલુકા પંચાયતમાં સત્તાનું સુકાન સંભાળ્યું.. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રભાતબા વાઘેલા અને ઉપપ્રમુખ પદે પાનાબેન ચાવડાનો વિજય થયો.. બે બે વખત ચૂંટણી મોકૂફ રહ્યા બાદ આજે યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસે બહુમતીના જોરે સત્તા હાસલ કરતા કૉંગ્રેસ કાર્યકર્તાઓએ જોરદાર ઉજવણી કરી. સત્ય મેવ જયતેના સૂત્રોચ્ચાર સાથે કૉંગ્રેસે જીતની ઉજવણી કરી. જો કે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ભાજપના હાજર તમામ 10 સભ્યોને પોલીસ પ્રોટેક્શન સાથે રવાના કરાયા. કૉંગ્રેસની જીત થતા જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત,પૂર્વ ધારાસભ્ય શિવા ભૂરીયાએ તમામ સભ્યોને હાર પહેરાવીને શુભેચ્છા પાઠવી.. ગુલાબસિંહ રાજપૂતે રોપ લગાવ્યો કે ભાજપની સામ,દામ અને દંડની નીતિ સામે કૉંગ્રેસની જીત થઈ છે. તો ચૂંટણી દરમિયાન સૌથી વધુ ચર્ચાસ્પદ રહેલા જાડા બેઠકના સગર્ભા સભ્યએ ઘણી તકલીફો ભોગવ્યા બાદ કૉંગ્રેસ સત્તા પર આવલા ખુશી વ્યક્ત કરી. જિલ્લા પંચાયતના સભ્ય અને ગોપાલક સેનાના પ્રમુખ નરસિંહ દેસાઈએ સગર્ભા સભ્યના સંતાનને દત્તક લઈને કોલેજ સુધી અભ્યાસ કરાવવામાં મદદ કરવાની જાહેરાત કરી..


















