Kirti Patel Controversy : મહાશિવરાત્રીના મેળામાં મૃગીકુંડમાં કીર્તિ પટેલે સ્નાન કરતા થયો વિવાદ
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં મૃગીકુંડમાં સાધુઓની વચ્ચે ઘૂસી કીર્તિ પટેલે ડૂબકી લગાવતા વિવાદ થયો છે. મેળાના અંતિમ દિવસે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સમયે ભગવો ધારણ કરી કીર્તિ પટેલ ઘૂસી ગઈ હતી. પ્રશાસનને જાણ થતા તેને તાત્કાલિક દૂર કરાઈ હતી. પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે, સાધુ સંતો સાથે નીતિ નિયમો બાબતે ચર્ચા કરાશે. જો કોઈ ગેરકાયદેસર કે ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય થયું હશે તો કાર્યવાહી કરાશે.
મેંદરડા ખાખમઢીના સુખરામદાસ બાપુએ કહ્યું હતું કે, રવેડી બાદ સાધુ સંતો જ્યારે મૃગીકુંડમાં સ્નાન કરે છે. ત્યારે દુઃખની વાત એ છે કે, સાધુના કપડા પહેરીને કેટલાક લોકો જ્યારે સ્નાન કરે છે ત્યારે દુઃખ થાય છે. પોલીસે મૃગીકુંડમાંથી કિર્તીને બહાર કાઢતા જ તેને ગેરવર્તન કર્યું હતું. પોલીસ ઈન્સ્પેક્ટર તથા પોલીસ અધિકારીઓ સામે હાથ લાંબા કરીને કિર્તી પટેલે પોતે કોઈ આરોપી નથી તેમ કહી ગેરવર્તણૂંક કરી હતી. હંમેશા કોઈને કોઈ વિવાદમાં રહેતી કીર્તિ પટેલ સામે ગુજરાતમાં 10 ગુનાઓ નોંધાયેલા છે. ડીસેમ્બર 2025માં કીર્તિ પટેલની પાસા હેઠળ અટકાયત કરી જેલમાં ધકેલી દેવાઈ હતી. એક મહિનો સુધી જેલમાં રહ્યા બાદ તેનો છૂટકારો થતા જેલની બહાર આવી ધુરંધર મુવીના સોંગ પર રીલ બનાવી હતી.



















