Delhi Police: દિલ્લી પોલીસે આંતરરાષ્ટ્રીય સાઈબર સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો
દિલ્લી પોલીસે આંતરરાષ્ટ્રીય સાઈબર સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો. આ સિન્ડિકેટમાં સામેલ રોનક ઠક્કર નામના આરોપીની ગોવા એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી. આ કેસમાં અત્યાર સુધી 17 આરોપીઓ ઝડપાઈ ચુક્યા છે..આરોપી દુબઈથી આ સિન્ડિકેટને ઓપરેટ કરી રહ્યો હતો. આરોપીઓએ એક આખું ફેક સ્ટોક માર્કેટ ઉભું કરી દેવામા આવ્યું હોવાનો ખુલાસો થયો. તપાસ દરમિયાન અમદાવાદથી ઈશ્યૂ થયેલા 80થી વધુ સિમકાર્ડ પણમળી આવ્યા છે. 61.72 લાખની છેતરપિંડીના કેસમાં વોન્ટેડઆરોપીની ધરપકડને પગલે અનેક રાજ્યોમાં ફેલાયેલા આ નેટવર્કનો પણ ખુલાસો થઈ ચુક્યો છે. આરોપીઓ વોટ્સગ્રુપમાં જોડીને રોકાણ કરવાનું કહેતા અને તેના બદલામાં મોટી રકમની લાલચ આપતા. રાજસ્થાનના એક વ્યક્તિએ પોતાની સાથે 61 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં યુવકને વોટ્સએપ ગ્રુપમાં સામેલ કરી એક ફેક મોબાઈલ એપ્લિકેશન દ્વારા સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માટે કહ્યું હતુ. જેના બદલામાં શરૂઆતમાં સારા રિટર્નની લાલચ આપવામાં આવી હતી. ફરિયાદીએ રોકાણ પણ કરીદીધું હતુ..બાદમાં એપ્લિકેશન ફેક હોવાનો ખુલાસો થયો. આ ઠગે છેતરપિંડીના રૂપિયા જૂનાગઢ અને શ્રીનગર સ્થિત શેલ કંપનીઓના ખાતામાં મોકલ્યા હતા.. આ કેસમાં 81 સીમકાર્ડ, 24 મોબાઈલ ફોન, બનાવટી સ્ટેમ્પ MSMEના દસ્તાવેજો, ડિજિટલ ડિવાઈસ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ કેસમાં મુંબઈ, સુરત અને અમદાવાદમાં પણ દરોડા પાડ્યા હતા. આ સ્કેમનો કિંગપિન ક્રિશ શાહ હોવાનો ખુલાસો થયો છે. ક્રિશના કહેવાથી કમિશન પર રોનક ઠક્કરે અનેક લોકોને ફસાવ્યા હોવાનો આરોપ છે..


















