Gandhidham Suicide case: ગાંધીધામ શહેર ભાજપ મહામંત્રીની આત્મહત્યા કેસમાં ખુલાસો
ગાંધીધામ શહેર ભાજપ મહામંત્રીની આત્મહત્યા કેસમાં ખુલાસો. વ્યાજના વિષચક્રમાં ફસાઈ જતા આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. મૃતકના પરિજનોએ 18 લોકો સામે નામજોગ FIR નોંધાવી છે. આદિપુર પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથધરી છે. ભાજપ મહામંત્રી દીપેશ ભટ્ટે ચાર દિવસ અગાઉ આત્મહત્યા કરી હતી.
ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ભટ્ટે અગમ્યકારણોસર કરી આત્મહત્યા. આદિપુરના વોર્ડ નંબર 2માં રહેતા 40 વર્ષીય દિપેશ ભટ્ટે ગુરૂવારે બપોરે ઘરમાં જ ચુંદડીથી ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધુ.. દિપેશ ભટ્ટની આત્મહત્યાના સમાચાર મળતા જ અગ્રણીઓ અને મિત્રો હોસ્પિટલ પહોંચ્યા હતા. જો કે દિપેશ ભટ્ટે કયા કારણોસર આત્મહત્યા કરી તેનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. મૃતક દિપેશ ભટ્ટના પરિવારજનોએ આદિપુર પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.. મૃતકના પરિવારજનોએ 18 લોકો વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે.. જે ફરિયાદના આધારે આદિપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી





















