Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત
કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાનનો વીડિયો વાયરલ. કીર્તિ પટેલ સાલ ઓઢાડી સન્માન કરતી હોવાનો વીડિયો વાયરલ થયો
આખરે યુટ્યુબર કીર્તિ પટેલ અને ઈંદ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો અંત. બંને વચ્ચે સમાધાન થયાનો વીડિયો આવ્યો છે સામે. જેમાં કિર્તી પટેલ શાલ ઓઢાડીને ઈંદ્રભારતી બાપુનું સન્માન કરતી જોવા મળી.. તો ઇન્દ્રભારતી બાપુ તથા અન્ય સાધુ-સંતોએ કીર્તિ પટેલને આશીર્વાદ આપ્યા.. કીર્તિ પટેલે પોતાના ગુરુ હરીહરાનંદ ભારતી બાપુ તથા જગતગુરુ મહેન્દ્રાનંદ ગીરીબાપુનું પણ કર્યું સન્માન. જો કે કીર્તિએ આરોપ લગાવ્યો કે ઘણા લોકોએ ભારતી પરિવારને તોડવાની કોશિશ કરી. સાથે પોતાના ગુરુ હરીહરાનંદ ભારતી બાપુનું માન-સન્માન જાળવી રાખવા અને સનાતન ધર્મને કલંક ન લાગે તે માટે સાધુ-સંતો સાથેના વિવાદનું સમાધાન કર્યું હોવાનું કહ્યું





















