Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

Continues below advertisement

Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત. મોડી રાત્રે 1 વાગ્યે 22 મિનિટે ખાવડા નજીક 4.1ની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકો ગાઢ નિંદ્રામાંથી જાગી જઈ ઘરની બહાર દોડી આવ્યા. આ ભૂકંપનું કેંદ્રબિંદુ કચ્છના ખાવડાથી 55 કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં જમીનથી 11.6 કિલોમીટરની ઉંડાઈએ હતું. ભૂકંપની તીવ્રતા વધુ હોવાના કારણે ખાવડા અને આસપાસના વિસ્તારમાં જોરદાર કંપન અનુભવાયા હતા. જો કે હજુ સુધી કોઈ નુકસાનીના સમાચાર નથી..શુક્રવારે પણ કચ્છમાં બે હળવા આંચકા અનુભવાયા હતા. શુક્રવારે બપોરે 1 વાગ્યે 50 મિનિટે ભચાઉથી 21 કિલોમીટર ઉત્તર-ઉત્તર પૂર્વ દિશામાં 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. તો ગઈકાલે વહેલી સવારે રાપર પાસે 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. કચ્છ સિસ્મિક ઝોન-5માં આવતો હોવાથી અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola