Shankar Chaudhary: પાણીના કાયમી નિકાલ માટે ભલે 1 હજાર કરોડનો ખર્ચ થાય...: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
સુઈગામ તાલુકાના ગામોના જળમગ્ન વિસ્તારોની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી હતી. અસરગ્રસ્ત પરિવારો સાથે વાતચીતમાં તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો કે “સરકાર દરેક નાગરિકની સાથે છે, હિંમત રાખો, બધું સારું થશે.મુખ્યમંત્રી સૌપ્રથમ સુઈગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા, જ્યાં સ્થળાંતરિત કરાયેલા લોકો સાથે મળી તેમની ખબર અંતર પૂછ્યા હતા.બાદમાં ગામના નાગરિકો સાથે મુલાકાત કરી તેમની મુશ્કેલીઓ જાણી હતી.વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ અસરગ્રસ્તોને મળવા માટે પહોંચ્યા હતા. શંકરભાઈ ચૌધરી અનુસાર, થરાદના નાગલા,ખાનપુર ,સવપૂરા સહિતના ગામોમાં દર વર્ષે ભરાતા પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરવા મુખ્યમંત્રી સૂચના આપી છે. મુખ્યમંત્રીએ શંકરભાઈ ચૌધરીને કહ્યું કે, આ ગામોના પાણી નિકાલની કાયમી વ્યવસ્થા પાછળ ભલે 1 હજાર કરોડનો ખર્ચ થાય, આપણે આ ખર્ચ કરીશું.




















