Gujarat Farmers Reaction : સહાય પેકેજ લોલીપોપ જેવું , સહાય પેકેજથી વાવના ખેડૂતો નારાજ

Continues below advertisement
Gujarat Farmers Reaction : સહાય પેકેજ લોલીપોપ જેવું , સહાય પેકેજથી વાવના ખેડૂતો નારાજ

વરસાદી પૂરથી ખેતીને નુકસાન મુદ્દે સરકારી પેકેજ જાહેર. પાંચ જિલ્લાના 18 તાલુકા માટે 947 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું. સહાયને વાવ-થરાદના ખેડૂતોએ ગણાવી અપર્યાપ્ત. જમીનની મહત્તમ મર્યાદાને ખેડૂતોએ અયોગ્ય ગણાવી. પાકની સાથે જમીનનું ધોવાણ થયું હોવાથી સહાય અપૂર્તિ હોવાનું કહ્યું. એક નહીં પણ બે સિઝન બગડ્યાનું ખેડૂતોએ દર્દ રજૂ કર્યું. સહાય જમીનની મહત્તમ મર્યાદા મુદ્દે ફેર વિચારણા થાય તેવી અપીલ ખેડૂતોએ કરી.

અતિભારે વરસાદથી બેહાલ થયેલા પાંચ જિલ્લાના 18 તાલુકાના ખેડૂતો માટે સરકારે જાહેર કર્યું 947 કરોડનું કૃષિ રાહત પેકેજ....ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસેલા ભારે વરસાદથી જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જિલ્લામાં પાકને વ્યાપક નુકસાન થયું હતું....આ 5 જિલ્લાના 800 ગામોમાં સર્વે કરી SDRFની જોગવાઈ મુજબ 563 કરોડ અને રાજ્ય બજેટમાંથી કુલ 384 કરોડની વધારાની સહાય ઉમેરીને કુલ 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું.....મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી,શાકભાજી અને કઠોળ અને બાગાયતી પાકોમાં ભારે નુકસાન થયુ હતું....આ સિવાય વાવ-થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ ભૌગોલિક પરિસ્થિતિના કારણે ભારે વરસાદ અને નદીઓમાં પુરની સ્થિતિમાં વારંવાર ખેતીલાયક જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરાવવાની સમસ્યા ઉભી થાય છે....જેના કાયમી ઉકેલ અને નિવારણ માટે ખાસ પ્રોજેક્ટ માટે સરકાર તરફથી અલગથી 2500 કરોડની જોગવાઈ કરવામાં આવશે....વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે વાવેતર વિસ્તારની મર્યાદામાં SDRF હેઠળ 8,500 રૂપિયા...રાજ્ય બજેટ હેઠળ 3,500 રૂપિયા એમ પ્રતિ હેક્ટર કૂલ 12 હજાર લેખે મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય ચુકવાશે....જ્યારે પિયત પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે વાવેતર વિસ્તારની મર્યાદામાં SDRF હેઠળ 17,000 રૂપિયા...રાજ્ય બજેટ હેઠળ 5,000 રૂપિયા એમ પ્રતિ હેક્ટર મુજબ કૂલ 22 હજાર લેખે સહાય ચુકવાશે.....બાગાયતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે વાવેતર વિસ્તારમાં SDRF હેઠળ 22,500 રૂ.+ રાજ્ય બજેટ હેઠળ 5,000 રૂપિયા એમ પ્રતિ હેક્ટર કૂલ 27 હજાર 500ની સહાય ચુકવાશે.....વાવ-થરાદ, પાટણ જિલ્લામાં ભારે વરસાદથી હજુ સુધી પાણી ભરાયેલા હોય તેવા અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 20 હજારની ખાતાદીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય ચુકવવામાં આવશે....  

 

 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola