ડીઝલનો ‘ડામ’: ડીઝવના ભાવમાં વધારો થતા ખેડૂતો પરેશાન, જુઓ વીડિયો

Continues below advertisement
સતત વધી રહેલા ડીઝલના ભાવ થી ખેડૂત ની આર્થિક મુશ્કેલી વધી છે. ટેકટર ના ખેડ અને સિંચાઇ માટે ડીઝલનો ઉપયોગ થતાં ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ લગાતાર મોઘવારી વધી રહી છે તેવામાં ડીઝલ ના ભાવ પણ આસમાને પોહચા છે જોકે ડીઝલના ભાવ વધતાં ખેડૂતો ની હાલત કફોડી બની છે કારણ કે હાલમાં સિયાળું રવિ સીજન ચાલુ છે તેવામાં ખેડૂત ને ખેડ અને પિયત માટે પાણી આપવા ડીઝલ નો ઉપયોગ કરે છે. જોકે સતત ડીઝલ ના ભાવ વધતાં ખેડૂત પરેશાન બન્યા છે. કારણ કે છેલ્લા એક વર્ષ માં ડીઝલ ના ભાવમાં 14 થી 15 રૂપિયા નો વધારો થયો છે. ગત તારીખ 1/1/2019 ના રોજ ડીઝલ ના ભાવ હતા 65.88 રૂપિયા જોકે આજની તારીખ માં ડીઝલ ના ભાવ છે 80.04 રૂપિયા ત્યારે આજના ભાવ પ્રમાણે ડીઝલ ના ભાવમાં 14.16 રૂપિયા નો વધારો થયો છે જેના કારણે ખેડૂત નો આર્થિક બોજ વધ્યો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram