Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો. કસ્બા વિસ્તારના પટણી ચોકમાં પીકઅપ ગાડીમાં કતલના ઈરાદે પશુઓને લઈ જવાતા હોવાની ગૌરક્ષકોને બાતમી મળી હતી. બાતમીના આધારે ગૌરક્ષકો પોલીસ સાથે કબ્સા વિસ્તાર નજીક સ્મશાન રોડથી પીકઅપ ગાડીનો પીછો કરીને પટણી ચોકમાં ઝડપી પાડી હતી. આ દરમિયાન જ 50થી 60 જેટલા લોકોએ ગૌરક્ષકો પર હુમલો કરી દીધો. હુમલામાં બે ગૌરક્ષકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.. ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ ગૌરક્ષકોની કાર અને ટુ-વ્હિલરમાં પણ તોડફોડ કરી. સાત ભેસ ભરેલી પીકઅપને ગૌરક્ષકો અને પોલીસે ઝડપી પાડી છે.. હુમલાની આ જ ઘટનાથી ગૌરક્ષકોમાં પણ આક્રોશ છે. ગૌરક્ષકોએ એસપી કચેરી પર પહોંચીને ડીએસપીને કડક કાર્યવાહી માટે રજૂઆત કરી. તો એ ડિવિઝન પોલીસે પણ 12 આરોપીઓ વિરૂદ્ધ BNSની અલગ અલગ કમલો અને પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાના અધિનિયમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.



















