(Source: ECI | ABP NEWS)
GeniBen Thako: ગેનીબેન ઠાકોરે સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરનું કર્યું સ્વાગત | Swarupji Thakor
રાજ્ય સરકારમાં મંત્રી બનેલા ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરનું કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે જાહેરમાં કર્યું સન્માન. પહેલીવાર ધારાસભ્ય બન્યા બાદ મંત્રીમંડળના પુનઃગઠનમાં અનેક દિગ્ગજોને પાછળ રાખી જેમને મંત્રી બનવાનો મોકો મળ્યો તેવા સ્વરૂપજી ઠાકોરનું ભાભરમાં સન્માન થયું. ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકો સ્વરૂપજીનું સન્માન સ્વાગત કરે તે સહજ હતું. પરંતું આ સ્વાગત કાર્યક્રમમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ ગેનીબેનની ઉપસ્થિતિ તમામ માટે નોંધપાત્ર રહી. ગેનીબેને ન માત્ર સ્વરૂપજીને સન્માનિત કર્યા પણ પોતે જીતતા બેઠક ખાલી થઈ અને મંત્રી પદ સુધી તમને પહોંચવા મળ્યું એવું પણ કાનમાં કહ્યાની વાત બહાર ગુંજતી રહી. એ હક્કીત છે કે 2024ની લોકસભાની ચૂંટણી જીતતા ગેનીબેને વાવની બેઠક ખાલી કરી અને એટલે જ પેટાચૂંટણીમાં સ્વરૂપજી ધારાસભ્ય બન્યા પણ બનાસની આ દિકરીએ ઠાકોર સમાજના દિકરાને આવકારી સન્માનિત કરી ભાતૃત્વનો ભાવ જરૂર વ્યકત કર્યો.





















