Banaskantha News: બનાસકાંઠાના ખેડૂતો સાથે સરકારી વિભાગની મજાકનો પર્દાફાશ થયો
બનાસકાંઠાના ખેડૂતો સાથે સરકારી વિભાગની મજાકનો પર્દાફાશ થયો. 6 દિવસ પહેલાનો ભાજપના નેતાઓનો આ તાયફો. ઢોલના તાલે કેનાલમાં પાણીના કર્યા હતા વધામણા. હવે પાણી બંધ કરાતા ખેડૂતોમાં છે ભારે રોષ છે. ડીસા તાલુકાના ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે.. તે માટે સરકારે કરોડો રૂપિયાની યોજના મંજૂર કરી હતી. યોજના હતી થરાદથી સીપુ ડેમ સુધી પાઈપલાઈન નાખી સીપુ કેનાલમાં પાણી છોડવાની. પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ થતાં ગત 8 ડિસેમ્બરે સીપુ કેનાલમાં પાણી છોડાયું. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે તેમજ ડીસાના ભાજપ ધારાસભ્ય પ્રવીણ માળી. ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈની હાજરીમાં નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા હતા..એ સમયે ભાજપના આગેવાનોએ માર્ચ મહિના સુધી ખેડૂતોને પાણી મળશે તેવી ગુલબાંગો ફૂંકી હતી. જો કે, ભાજપના આગેવાનો પાણીના વધામણા કરી હજુ તો પોતાના ઘરે પહોંચે. તે પહેલાં તો પાણી બંધ કરી દેવાયું... જેને લઈ ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતોનું કહેવું છે કે, નેતાઓ તાયફા બંધ કરે અને પાણી આપે..જેથી તેમનો પાક બચી શકે...