Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકને બનાવાયા રાજ્યના નવા DGP.. 1 જાન્યુઆરી 2026થી ઈન્ચાર્જ ડીજીપી તરીકે ડોક્ટર કે.એલ.એન.રાવ કાર્યરત હતા.. પાંચ મહિનાના તેમના ચાર્જ બાદ કાયમી ડીજીપી તરીકે જી.એસ.મલિકની નિમણૂક કરવામાં આવી છે.. 1993ની બેચના IPS જી.એસ.મલિકને ગુજરાત રાજ્યના નવા DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.. જ્યારે ડોક્ટર કે.એલ.એન.રાવ CID ક્રાઈમ અને જેલના ડીજી તરીકે યથાવત રહેશે.. હરિયાણાના વતની એવા જી.એસ. મલિકે BHUમાં ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગમાં બી.ટેક સુધીનો અભ્યાસ કર્યો છે.. ગુજરાત યુનિવર્સિટીમાં LLBની ડિગ્રી મેળવીને ASP ભૂજ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.. જી.એસ.મલિક ડાંગ, પોરબંદર, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ ગ્રામ્ય, ભરૂચમાં SP તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.. આ સિવાય કચ્છ, અમદાવાદ, વડોદરા અને સુરતના રેન્જ આઈજી પણ રહી ચૂક્યા છે.. જી.એસ.મલિક ગૃહ વિભાગમાં સચિવ અને BSFમાં ગુજરાત ફ્રન્ટીયરના IG તરીકે સેવા આપી ચૂક્યા છે.. અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતતા જી.એસ.મલિકના નેતૃત્વમાં અનેક મહત્વના ઓપરેશન પાર પાડવામાં આવ્યા.. જેમાં ચંડોળા તળાવ મેગા ડિમોલિશન, બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ અભિયાન, શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઓછી કરવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યુ.. એટલુ જ નહીં.. અલગ અલગ ઝોનમાં લોક દરબાર યોજીને વ્યાજખોરો વિરૂદ્ધ પણ નકેલ કસી.. સોમવારે જી.એસ.મલિક રાજ્યના પોલીસ વડાનો ચાર્જ સંભાળશે..