Congress on Cyclone Shakti: રાજ્યમાં શક્તિ વાવાઝોડાનું જોખમ વધતા પ્રદેશ કૉંગ્રેસની સરકારને રજૂઆત
રાજ્યમાં શક્તિ વાવાઝોડાનું જોખમ વધતા પ્રદેશ કૉંગ્રેસે નિષ્ણાંતો પાસે વાવાઝોડાને લઈને અભ્યાસ કરાવવાની સરકાર પાસે માગ કરી છે
રાજ્યમાં શક્તિ વાવાઝોડાનું જોખમ વધતા પ્રદેશ કૉંગ્રેસની સરકારને રજૂઆત. પ્રદેશ કૉંગ્રેસે નિષ્ણાંતો પાસે વાવાઝોડાને લઈને અભ્યાસ કરાવવાની સરકાર પાસે માગ કરી છે.. કૉંગ્રેસનો દાવો છે કે છેલ્લા 12 વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠે 14 જેટલા વાવાઝોડા આવ્યા છે. જેને લીધે ખેડૂતો અને માછીમારોને ભારે નુકસાન થયું છે.. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે.. અરબ સાગર હવે વાવાઝોડાનો નવો હોટસ્પોટ બની રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયાઈ સપાટીનું તાપમાન ઝડપી વધી રહ્યું છે.. કૉંગ્રેસે સરકારને હવામાન વૈજ્ઞાનિક, સમુદ્રી નિષ્ણાંતો અને પર્યાવરણ ચિંતકો જોડે ચર્ચા કરી વાવાઝોડા નિવારણ માટે જરૂરી પગલા લેવાની માગ કરી.


















