Gujarat Hit Wave : કાલે કામ સિવાય બહાર ન નીકળતા , 15 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ

Continues below advertisement

Gujarat Hit Wave : કાલે કામ સિવાય બહાર ન નીકળતા , 15 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ

આકાશમાંથી વરસતી અગનવર્ષાને લીધે રાજ્ય અગનભઠ્ઠીમાં ફેરવાય ગયું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. કાળઝાળ ગરમીને લીધે બપોરના સમયે તો રિતસરનો કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે હજુ પણ ગરમીનો પ્રકોપ વધવાની આગાહી કરી છે. આગામી સાત દિવસ માટે વિવિધ જિલ્લામાં હીટવેવની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો અમદાવાદમાં આજથી છ દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. આજે 12 જિલ્લામાં હીટવેવને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે. તો આવતીકાલે કચ્છની સાથે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું. તો પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું. આ સિવાય આણંદ, વડોદરા, સુરતની સાથે સંઘ પ્રદેશ દીવમાં પણ ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું. આગ ઝરતી ગરમીથી બચવા માટે નાગરિકો પણ છત્રી, દુપટ્ટો, ટોપી, ચશ્માનો સહારો લઈ રહ્યા છે. અંગ દઝાડતી ગરમીથી બચવા માટે મોટી સંખ્યામાં લોકો સ્નોપાર્ક અને વોટરપાર્ક પહોંચી રહ્યા છે. સુરત, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર જિલ્લાના વોટરપાર્ક હાઉસફુલ થયા છે. મોટી સંખ્યામાં લોકો પરિવારજનો સાથે વોટરપાર્કની અલગ અલગ રાઈડની મજા માણી રહ્યા છે. આ તરફ વડોદરાના કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં વન્ય જીવોને ગરમીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ. પ્રાણીઓના પાંજરામાં પાણીના કુંડની સાથે બરફની પાટો પણ મુકવામાં આવી છે. રવિવારની રજા હોવાની કમાટીબાગમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. તો દાહોદમાં જીવદયા પ્રેમીએ પોતાના ઘરના ધાબા પર પક્ષીઓ માટે પાણીના સ્ટેન્ડ ઉભા કર્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola