Gujarat Politics : તોડબાજીના રૂપિયા Gopal Italia એ લીધા? કચ્છ પોલીસનો નામ સાથે આરોપ
Gujarat Politics : તોડબાજીના રૂપિયા Gopal Italia એ લીધા? કચ્છ પોલીસનો નામ સાથે આરોપ
કચ્છના ગાંધીધામમાંથી ઝડપાયેલ નકલી ઈડી ઓફિસર સાથે આમ આદમી પાર્ટીનું કનેક્શન હોવાના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ગંભીર આરોપો બાદ વિવાદ વધુ વકર્યો છે.. એક તરફ જ્યાં હર્ષ સંઘવીએ સોશલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તસવીરો પોસ્ટ કરીને નકલી ઈડી ઓફિસર અબ્દુલ સત્તારનું આપ કનેક્શન હોવાનો આરોપ લગાવ્યો છે.. ત્યારે હવે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ પણ હર્ષ સંઘવીના વાર પર પલટવાર કરતા ભાજપના સાંસદ સાથે આરોપી અબ્દુલ સત્તારના ફોટા પોસ્ટ કરીને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં ગોપાલ ઇટાલિયાએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ મુદ્દે ચર્ચા કરવા ખુલ્લો પડકાર પણ ફેંક્યો છે. બીજી તરફ કચ્છ પોલીસ દ્વારા અબ્દુલ સત્તારે આપ નેતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા સાથે સર્કિટ હાઉસમાં બેઠક કરીને તોડબાજીના રૂપિયા આપ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.