Gujarat Rain Alert: Heavy rain forecast in Gujarat, see report

Continues below advertisement

Rain Forecast News: ગુજરાતમાં ચોમાસું પૂરજોશમાં છે. આજે પણ વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને સુરતમાં આગામી ત્રણ કલાક માટે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 

આગામી  3 કલાકમાં ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  3 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. રાજ્યના નવ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.  અમદાવાદ, સુરત,વલસાડ,નવસારી, ગાંધીનગર અને ખેડામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 3 કલાક આ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય આગામી 3 કલાક માટે રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 3 કલાક માટે રાજ્યના 10 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે જ્યારે દીવમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola