Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

Continues below advertisement

Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

Gujarat Rain: ગુજરાત તથા ગુજરાતને અડીને આવેલા રાજ્યોમાં અલગ- અલગ પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના પાંચ જિલ્લા અને બે સંઘપ્રદેશમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.  સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો બે સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે છ જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. યલો એલર્ટ વાળા જિલ્લામાં જૂનાગઢ, રાજકોટ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola