Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

Continues below advertisement

Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

અમદાવાદ:  હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ માવઠાની આગાહી કરી છે. અગામી સપ્તાહમાં રાજ્યના મોટાભાગમાં વરસાદ વરસી શકે છે. રાજ્યમા ફરી એક વખત માવઠાની આગાહી કરાઈ છે.  ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં માવઠું થશે.  રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.    

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર, આવનારા સમયમાં રાજ્યના હવામાનમાં પલટો આવશે.  રાજ્યમાં ફરી એક વખત માવઠાની શક્યતાઓ છે. 21થી 28 ડિસેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદી ઝાપટા પણ પડી શકે છે. ડિસેમ્બર મહિનાની 25, 26 અને 27 તારીખ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં ઝાપટા પડવાની શક્યતાઓ છે.   

પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ,  અત્યારે ઉત્તર ભારતના પ્રદેશો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. જે ખૂબ જ મજબૂત છે. જ્યારે દક્ષિણ ભારત પર ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે. આ કારણે ત્યાં પણ એક વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે. આ બન્ને પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશ બની રહ્યું છે. તેના લીધે ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠાના વરસાદની સંભાવનાઓ છે.       

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram