Gujarat Rain News: છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં ખાબક્યો સૌથી વધુ?
Gujarat Rain News: છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં ખાબક્યો સૌથી વધુ?
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમન સાથે જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં 30 તાલુકામાં 1થી 7 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. વલસાડના વાપીમાં સૌથી વધુ સાત ઈંચ વરસાદ નોંધાયો હતો. વલસાડના પારડીમાં સવા પાંચ, તો કપરાડામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે અત્યારસુધી કુલ ચાર જિલ્લામાં 1060 લોકોનું સ્થળાંતર કરાયું છે જ્યારે 189 લોકોનું રેસ્ક્યુ કરાયુ છે. હવામાન વિભાગ દ્વારા શુક્રવારે (20મી જૂન) ડાંગ-નવસારી-વલસાડમાં રેડ જ્યારે દાહોદ-મહીસાગર-ભરૂચ-સુરત-તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.




















