Harsh Sanghavi: હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે પોતાનો પદભાર સંભાળ્યો
રાજ્યના રાજકારણમાં નવા યુગનો પ્રારંભ કરતા યુવા અને ગતિશીલ નેતા હર્ષ સંઘવીએ આજે નાયબ મુખ્યમંત્રી તરીકે પોતાનો પદભાર સંભાળ્યો. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવારજનોની ઉપસ્થિતિમાં પૂજા-અર્ચના અને ધાર્મિક વીધી કરીને પદભાર સંભાળ્યો.. નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ પદભાર સંભાળ્યો ત્યારે તેમને શુભેચ્છા પાઠવા મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા.. ભાજપના ધારાસભ્ય રમણભાઈ વોરા, અલ્પેશ ઠાકોર, પૂર્વ મંત્રી મુકેશ પટેલ, પ્રશાંત કોરાટ, ગાંધીનગરના મેયર સહિતના નેતાઓએ પુષ્પગુચ્છ આપીને હર્ષ સંઘવીને શુભકામના આપી.. નાયબ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળતા જ હર્ષ સંઘવી એક્શનમાં આવ્યા.. પોતાની પાસે રહેલા તમામ વિભાગના અધિકારીઓ સાથે હર્ષ સંઘવીએ બેઠક યોજી.. કાયદા વિભાગની બેઠકમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા પણ ઉપસ્થિત રહ્યા.. પદભાર સંભાળ્યા બાદ હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી કે મા અંબાના આશીર્વાદ મેળવી લોકોની વધુમાં વધુ સેવા કરવા માટે કાર્ય શરૂ કર્યા.



















