Praful Pansheriya : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં યોજાઈ આરોગ્ય વિભાગની બેઠક
Praful Pansheriya : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં યોજાઈ આરોગ્ય વિભાગની બેઠક
કમોસમી વરસાદથી ફેલાતા રોગચાળાને ડામવા આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક.. ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા,ટાઈફોઈડ જેવી બીમારી વધવાની વધુ સંભાવના છે. જેના નિયંત્રણ માટે દરેક PHC,CHC અને સરકારી હોસ્પિટલોમાં પૂરતો દવાનો જથ્થા સાથે જ આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. વરસાદની સિઝનમાં સાપ, વીંછી જેવા ઝેરી જીવજંતુઓ મોટી સંખ્યામાં બહાર નીકળતા હોય છે.. ત્યારે રાજ્યના નાગરિકોને અંધશ્રદ્ધાનો સહારો ન લેવાનું અને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી હોસ્પિટલોમાં જઈ યોગ્ય સારવાર કરાવવાની આરોગ્યમંત્રીએ સલાહ આપી. સાથે જ દરેક PHC,CHC,સરકારી હોસ્પિટલોમાં અને 108 મેડિકલ વાનમાં એન્ટી વેનમ તેમજ અન્ય જરૂરી દવાનો પૂરતો જથ્થો રાખવાની આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચના આપી.

















