Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
Continues below advertisement
ભ્રષ્ટાચાર, બેદરકારી અને નબળી ગુણવત્તાની કામગીરી સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ.. અમરેલી જિલ્લાના ચમારડીમાં નિર્માણાધીન આરોગ્ય સબ સેન્ટરના બાંધકામમાં ગંભીર ક્ષતિઓ અને ગુણવત્તાના ધોરણો અંગે થયેલી ફરિયાદને ધ્યાને લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ લીધા આકરા પગલા.. ફરિયાદને ગંભીરતાથી લઈને આરોગ્ય મંત્રીએ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક પ્રાથમિક તપાસના આદેશ આપ્યા.. એટલુ જ નહીં. ફરજ પ્રત્યે બેદરકારી દાખવવા બદલ એન્જિનિયરને શો-કોઝ નોટિસ ફટકારી. આરોગ્ય મંત્રીએ અધિકારીઓને કડક સંદેશ આપ્યો કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવતા જાહેર ભવનોના બાંધકામમાં કોઈપણ પ્રકારની બેદરકારી, ભ્રષ્ટાચાર કે ગેરરીતિ ચલાવી લેવામાં નહીં આવે.. સાથે જ ચમારડીમાં નિર્માણાધીન આરોગ્ય સબ સેન્ટરને જમીનદોસ્ત કરી નવેસરથી બાંધકામ કરવાના આદેશ આપ્યા છે..
Continues below advertisement
Tags :
Praful PansheriyaJOIN US ON
Continues below advertisement