Gujarat Weather Update: રાજ્યમાં ગરમીમાં વધારો, 7 શહેરોમાં 35 ડિગ્રીથી વધુ તાપમાન
રાજ્યમાં ધીમે ધીમે ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના સાત શહેરોમાં 35 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું સીઝનમાં પ્રથમવાર અમદાવાદમાં 35 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું.
રવિવારે અમદાવાદ સહિત સાત શહેરોમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. 35.4 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 3.1 ડિગ્રીનો વધ્યું રહ્યું હતું. વર્તમાન સીઝનમાં અમદાવાદમાં પ્રથમવાર સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થયો હતો. આગામી ત્રણ દિવસ અમદાવાદનું તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. અન્ય શહેરોની વાત કરીએ તો રાજકોટ અને અમરેલીમાં 35.9, સુરતમાં 35.4, વડોદરા અને ભુજમાં 35.2 અને ડીસામાં 35.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
સુરેન્દ્રનગર, કેશોદ જુનાગઢ અને અમરેલીમાં 36, કંડલામાં 35 જ્યારે પોરબંદર, મહુવા, વડોદરા, ડીસા, ભૂજમાં પારો 35 સેલ્સિયસને પાર થયો હતો. એકંદરે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં તાપમાનમાં વધારો થયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં માવઠા,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ તાપમાન નિયંત્રિત રહ્યું હતું જ્યાં ગાંધીનગરમાં 34, વલ્લભવિદ્યાનગરમાં 32 સે. નોંધાયું છે.


















