Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

Continues below advertisement

ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત થયું છે.. ઉપરવાસમાં થયેલા મુશળધાર વરસાદને સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય.. તો ડેમોમાંથી સતત પાણી છોડવામાં આવતા પંચાળા અને બાલાગામના હજારો એકર ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા.. સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ચોમાસાની શરૂઆતમાં જ ખેડૂતોએ કરેલી મોંઘી વાવણી આ પૂરના પાણીમાં ધોવાઈ ગઈ છે.. જેને લીધે પાક અને ખેતીની ફળદ્રુપ જમીનને મોટાપાયે નુકસાન થયું છે.. અસરગ્રસ્ત ખેડૂતો વ્યથા ઠાલવતા કહી રહ્યા છે કે ઘેડ વિસ્તારના ખેડૂતો માટે આ આર્થિક નુકસાની હવે કાયમી સમસ્યા બની ગઈ છે.. જ્યાં સુધી પ્રશાસન સ્થાનિક નદીઓને ઉંડી અને પહોળી નહીં કરે ત્યાં સુધી ખેતરોમાંથી પાણીનો યોગ્ય નિકાલ શક્ય નથી.. ખેડૂતોનું તો એવુ પણ કહેવું છે કે દર વર્ષે ઉનાળામાં ખેડૂતો દેવુ કરીને જમીનને સમથળ કરે છે... પરંતુ ચોમાસું આવતા જ પૂરમાં ખેડૂતોની ફળદ્રુપ જમીનનું ધોવાણ થાય છે.. ખેડૂતોએ સ્થાનિક પ્રશાસન પાસે તાત્કાલિક ધોરણે સર્વે કરી યોગ્ય વળતર અને વિશેષ સહાય ચૂકવવાની માગ કરી છે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola