Ambalal Patel Prediction : 7 અને 8 જૂને ભારે વરસાદનો ખતરો! અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ છે.. અંબાલાલ પટેલના અનુમાન મુજબ આજથી જ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોનું વાતાવરણ બદલાશે.. કાલથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસશે.. સાત અને આઠ જૂને અતિવૃષ્ટી થવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે.. સાત અને આઠ જૂને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ ખાબકી શકે છે.. દક્ષિણ સૌરાષ્ટ્રમાં એક ઈંચ સુધી.. તો મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, વડોદરા અને મહીસાગર જિલ્લામાં એકથી બે ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે.. અંબાલાલ પટેલના અનુમાન મુજબ અરબ સાગરમાં સાયક્લોનિક સરક્યુલેશન ચોમાસાના પવનને સેટ ન થવા દેતા હોવાથી કેરલમમાં વરસાદ પડશે.. પરંતુ ચાર જૂન બાદ જ રાજ્યમાં ચોમાસાના આગમનની પુષ્ટી થઈ જશે છે..






















