Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી ઉત્તરાયણની ઉજવણી. ભગવાન જગન્નાથજીના કર્યા દર્શન. પૂજા-અર્ચના કરી ગૌમાતાના લીધા આશીર્વાદ. નારણપુરા, નવા વાડજમાં પતંગ ઉડાવ્યો. પરિવાર, કાર્યકર્તાઓ સાથે કરી ઉજવણી . CM ભૂપેન્દ્ર પટેલે કરી ઉત્તરાયણની ઉજવણી. ગાંધીનગર પતંગ મહોત્સવનો કરાવ્યો પ્રારંભ. લાડુ અને ચિક્કીનું કર્યુ વિતરણ . દરિયાપુરના વાડીગામમાં ચગાવ્યો પતંગ. મુળજી પારેખની પોળમાં ઉડાવ્યો પતંગ . સુરતમાં ના.મુખ્યમંત્રીએ કરી ઉત્તરાયણની ઉજવણી. પરિવાર સાથે માણી પતંગ ઉડાવવાની મજા. પુત્રી માટે જાતે જ બાંધી પતંગની કિન્યા. ભાજપ,જનતા એક સિક્કાની બે બાજુ. ડ્રગ્સના એક એક પતંગને કાપીશું.
રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની થઈ ધામધૂમથી ઉજવણી.. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી. સવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા. સાથે જ મંદિરમાં વિધિવત રીતે પૂજા અર્ચના કરીને ગૌમાતાને ઘાસચારો ખવડાવીને આશીર્વાદ લીધા. બાદમાં નારણપુરા વિસ્તારમાં પરિવાર અને ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ઉડાવવાની મજા માણી. અમિત શાહે પતંગ ચગાવતા જ શરૂઆતમાં બે પતંગ કપાઈ ગઈ હતી. ત્રીજા પ્રયાસે અમિત શાહે પેચ લગાવીને સામેની પતંગ કાપી હતી. અમિત શાહની સાથે તેમની પત્ની સોનલબેન શાહ, પુત્ર જય શાહ સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા. નારણપુરા બાદ અમિત શાહ નવા વાડજ વોર્ડ પહોંચ્યા. જ્યાં આસ્થા ઓપલ સોસાયટીમાં અમિત શાહે ઉત્તરાયણની ઉજવણી કરી. નારણપુરા વિસ્તારમાંઆવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના રિ-ડેવલપમેન્ટ થનાર સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના આવાસોનું અમિત શાહે ભૂમિપૂજન કર્યુ. સાથે જ રિડેવલપમેન્ટના લાભાર્થીઓને શુભેચ્છા પાઠવી.